ભુજ કોમર્શિયલ બેન્કની વિકાસકૂચની નેમ

ભુજ કોમર્શિયલ બેન્કની વિકાસકૂચની નેમ
ભુજ, તા. 14 : અહીંની ધી ભુજ કોમર્શિયલ કો-ઓપેરેટિવ બેન્ક લિ.ની 50મી વાર્ષિક સાધારણ સભામાં સૌના સહકારથી બેંકની વિકાસકુચને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરાઈ હતી. ભુજ લોહાણા મહાજન વાડી, છછ ફળિયા ખાતે બેંકના ચેરમેન કલ્પેશભાઈ ઠક્કરે અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત સભાસદોને આવકાર્યા હતા. રાષ્ટ્રગાનથી આરંભ કરી અવસાન પામેલા સભાસદોને મૌન શ્રદ્ધાંજલિ અપાઈ હતી. એમ.ડી. ધીરેનભાઈ ઠક્કર, ડાયરેક્ટરો મધુકરભાઈ ઠક્કર, ચેતનભાઈ શાહ, હિતેષભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ઠક્કર, કમલભાઈ કારિયા, ગૌતમભાઈ ઠક્કર, અશ્વિનભાઈ ધારાણી, રમેશભાઈ મહેશ્વરી, પ્રોફે. ડાયરેક્ટર કૌશલભાઈ ગણાત્રા અને નયનભાઈ પટવા સાથે વર્ષ 2022થી 27ની ટર્મ સુધી ડાયરેક્ટર તરીકે બિનહરીફ જાહેર થયેલા બિંદિયાબેન ઠક્કર, મનીષભાઈ ઠક્કર ઉપરાંત નગર પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ડો. મુકેશભાઈ ચંદે, લોહાણા મહાજનના મંત્રી સતીષભાઈ શેઠિયા, કેડીસીસીના ડાયરેક્ટર મનુભા જાડેજા અને હર્ષદભાઈ ઠક્કર દીપપ્રાગટયમાં સાથે રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust