છસરા પાસે આગળ જતી ટ્રકમાં ટેમ્પો ઘૂસાડી દેવાતાં ટેમ્પો ચાલકનું મોત

ભુજ, તા. 14 : ગઇકાલે વહેલી સવારે મુંદરા તાલુકા છસરા ગામથી આગળ માખા તરફ જતા માર્ગે પુલિયા પાસે આગળ જતી ટ્રક સાથે આઇસર ટેમ્પો ભટકાવી દેતા ટેમ્પો ચાલક 36 વર્ષિય નરેશભાઇ અશોકભાઇ ઉર્ફે રમેશભાઇ ચેતનાણીનું મોત નિપજ્યું છે.પાલીતાણા ભાવનગરનો  આઇસર ટેમ્પો ચાલક ટેમ્પો નં. જી.જે. 04, એ.ડબલ્યુ.-4307 ભાવનગરથી સીલીકોન પાવડર ભરી મુંદરા આવી રહ્યો હતો ત્યારે આગળ જતી ટ્રકમાં પોતાનો ટેમ્પો અથડાવી દેતા કેબિનનો ભુક્કો બોલી ગયો હતો અને ચાલક તેમાં ફસાઇ ગયો હતો અને ફરિયાદી અન્ય ચાલક તેની પાસે પહોંચતાં તેની લોહી નીંગળતી હાલત અત્યંત નાજૂક હતી. 108 મારફત હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust