ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે પહોંચી: આજથી નેટ પ્રેક્ટિસ

હરારે, તા. 14 : ટીમ ઇન્ડિયા ત્રણ વન ડેની શ્રેણી માટે ઝિમ્બાબ્વે પહોંચી ચૂકી છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે હરારે વિમાની મથકે પહોંચેલ ભારતીય ખેલાડીઓના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. કે એલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમ હરારેમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ત્રણ વન ડેની શ્રેણી રમશે. જેનો પ્રારંભ 18 ઓગસ્ટથી થશે. આ પછી 20 અને 22મીએ મેચ રમાશે.રોહિત શર્મા સહિતના સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઝિમ્બાબ્વે પ્રવાસમાં વાપસી કરનાર કપ્તાન કેએલ રાહુલ, ઉપસુકાની શિખર ધવન અને બીજા ખેલાડીઓની કસોટી થશે. ખાસ કરીને એશિયા કપ પહેલા રાહુલ પાસે ફોર્મમાં વાપસી કરવાનો આ આખરી મોકો બની રહેશે. ઇજા પછી લાંબા સમયે વાપસી કરનાર ઝડપી બોલર દીપક ચહરના દેખાવ પર પણ પસંદગીકારોની નજર રહેશે. ટીમ ઇન્ડિયાએ આવતીકાલથી હરારે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસનો પ્રારંભ કરશે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust