વિનેશ ફોગાટે તેની સફળ વાપસીનો શ્રેય પીએમ મોદીને આપ્યો

નવી દિલ્હી તા.14: ભારતની સ્ટાર મહિલા કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટે બર્મિગહામ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર દેખાવ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિનેશે તેની આ સફળતા અને વાપસીનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. વિનેશ ફોગાટે જણાવ્યું કે ટોકયો ઓલિમ્પિકની નિષ્ફળતા બાદ તેણે રેસલીંગ છોડી દેવાનું મન બનાવી લીધું હતું. સતત બે ઓલિમ્પિકમાં મેડલ ચૂકી જવાથી હું નિરાશ હતી. આથી મેં આ રમતમાંથી સંન્યાસ લઇ લેવાનું લગભગ નકકી કરી લીધું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત બાદ હું વાપસી માટે પ્રેરિત થઇ. મોદીજીએ મને કહ્યંy અમને તમારા પર વિશ્વાસ છે. આપ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. આપ ખુદ પર વિશ્વાસ રાખો અને આગળ વધો. મોદીજીની આ વાતથી મારી અંદર ફરી ઝનૂન પેદા થયું અને મેં કઠોર પરિશ્રમ કર્યો. જેનું ફળ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં મળ્યું. હવે મારુ લક્ષ્ય પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવો છે. હવે હું માનસિક રીતે પણ મજબૂત બની છું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust