એશિયા અને વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા જીતની પ્રબળ દાવેદાર: પોન્ટિંગ

નવી દિલ્હી તા. 14 : પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રીકિ પોન્ટિંગનું માનવું છે કે ટીમ ઇન્ડિયા એશિયા કપમાં જ નહીં, વિશ્વ કપમાં પણ જીતની પ્રબળ દાવેદાર છે. પોન્ટિંગે એક મુલાકાતમાં કહ્યંy કે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં હું ભારતને જીતનું હકદાર માનું છું કારણ કે તેની પાસે વિશ્વ ક્રિકેટના એકથી વધુ સુપરસ્ટાર ખેલાડી છે. ભારતીય ટીમની બેટિંગ-બોલિંગમાં એટલી ઉંડાઇ છે કે તે એશિયા કપ અને વર્લ્ડ કપમાં જીતની પ્રબળ દાવેદાર છે. ભારત અને પાક. વચ્ચે અત્યાર સુધીમાં 9 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ છે. જેમાં ભારતના પક્ષે પરિણામ 7-2 રહ્યંy છે. છેલ્લે 2021ના ટી-20 વિશ્વ કપમાં પાક.નો ભારતનો સામે 10 વિકેટે વિજય થયો હતો. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો તા. 28 ઓગસ્ટે દુબઇમાં રમાવાનો છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust