અંજારમાં સાતમ-આઠમનો લોકમેળો નહીં યોજાય

અંજાર, તા. 14 : શહેરમાં જેસલ-તોરલ સમાધિ પાસે આવેલા મેદાનમાં ચાલુ વર્ષ પરંપરાગત સાતમ -આઠમનો  લોકમેળો જગ્યાના અભાવ નહીં યોજાય તેવી વિગતો સપાટી ઉપર આવી હતી.અજેપાળ મંદિરના સામે ખુલ્લા મેદાનમાં છેલ્લા  કેટલાય વર્ષોથી  પરંપરાગત  સાતમ-આઠમનો મેળો યોજાય છે.કોરોના ગ્રહણને કારણે લોકમેળાની મજા બગાડી  હતી.   વર્તમાન સમયમાં મેળાપ્રાંગણમાં જેસલ - તોરલ સમાધીનો પ્રવાસક્ષેત્રે વિકાસ માટે અહીં વિશ્રામગૃહ વગેરે સુવિધાઓ ઉભી કરવા માટે કામનો   ધમધમાટ ચાલી રહયો છે. આ કાર્યમાં મેદાનનો ભાગ રોકાયો છે. આ લોકમેળાને ગણતરીના  દિવસો  બાકી  હોવાના છતાં અહીં  નગરપાલિકા દ્વારા અહીં  મેળા માટે પ્લોટ ફાળવવા કે અન્ય કોઈ પ્રક્રિયા  હાથ ધરાઈ  નથી. અંજાર સુધરાઈના પ્રમુખ લીલાવંતીબેન  પ્રજાપતી અને ઉપપ્રમુખ બહાદૂરસિંહ જાડેજાએ  કહયુ હતુ કે પુરતી જગ્યા ન હોવાથી અહીં મેળોનું આયોજન શકય  બન્યુ  નથી. શ્રી જાડેજાએ  ઉમેર્યું હતું કે  ટાઉનહોલ મેદાનમાં  ખાનગી  મેળાના આયોજન માટે અરજી આવી છે. જેને મંજુરી અપાઈ છે. સંબંધિત એજન્સી દ્વારા  પાલિકાને ચુકવવાપાત્ર રકમની ભરપાઈ  બાદ  આગળનું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com     

© 2022 Saurashtra Trust