રવિવારે 14 સંક્રમિત વધ્યા : 13 સાજા થયા

ભુજ, તા. 14 : કચ્છમાં ઉતાર-ચડાવ વચ્ચે કોરોના સંક્રમણે પોતાની હાજરી જાળવી રાખી છે. શનિવારે જિલ્લામાં 25 કેસ નોંધાયા બાદ રવિવારે  14 સંક્રમિતોનો ઉમેરો થયો તેની સામે 13 લોકો સ્વસ્થ થયા હતા.આરોગ્ય વિભાગની યાદી અનુસાર ગાંધીધામ શહેરમાં 6, અંજારમાં 2 અને ભુજમાં 1 મળી શહેરી વિસ્તારમાં 9 તો ભુજ-અંજારમાં 2-2 અને અબડાસામાં 1 મળી ગ્રામ્ય વિસ્તારમાં નવા 5 કેસ નોંધાયા હતા.ગાંધીધામમાં 6, ભુજમાં 4 અને અંજારમાં ત્રણ મળી 13 લોકો સ્વસ્થ થતાં જિલ્લામાં કોરોનાના સક્રિય કેસ 95 પર પહોંચ્યા છે.રવિવારના લીધે રસીકરણની કામગીરીમાં રજા રહેતાં જિલ્લામાં રસીકરણનો આંક સતત બીજા દિવસે સ્થિર રહ્યો હતો.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust