મેઘપર (કું.)ની ઓફિસમાં પાસાં ફેંકતા પાંચ દબોચાયા

ગાંધીધામ / ભુજ, તા. 14 : અંજારના મેઘપર કુંભારડી તથા ગાંધીધામના સુંદરપુરીમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કરી ત્રણ મહિલા સહિત 11 ખેલીઓની અટક કરાઈ હતી તેમજ ગાંધીધામના ખોડિયારનગરમાંથી જુગાર રમતા પાંચ શખ્સને દબોચાયા હતા, જ્યારે ભુજના ઉમેદનગરમાં ચાલતા જુગારધામ પરથી ચાર, રાયધણપરની વાડીમાંથી છ, માધાપરમાંથી આઠ અને માંડવીના મકડામાંથી ચાર અને મુંદરામાંથી ત્રણ જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા. આમ કચ્છમાં આઠ દરોડામાં 41 ખેલી ઝડપાયા છે.અંજારના મેઘપર કુંભારડીના શિવરામનગર ઓફિસ નંબર 1 ટ્રાન્સપોર્ટની ઓફિસમાં વીડીનો દિનેશ રતિલાલ હડિયા (સોરઠિયા)  નામનો શખ્સ બહારથી ખેલી બોલાવી તેમને જુગાર રમાડી તેમની પાસેથી નાલ ઉઘરાવતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે આ ઓફિસના પહેલા માળે છાપો માર્યો હતો. અહીંના હોલમાં ધાણીપાસા વડે જુગટું ખેલતા વીડીના દિનેશ રતિલાલ હડિયા, અંજારના પરેશ કિશોર જોશી, વિવેક ઉર્ફે વિકી વિજય મિસાણી (વાળંદ), અનિરુદ્ધસિંહ જેઠુભા જાડેજા તથા આંબાપરના ચોથાભાઈ ધના બકુત્રા (આહીર) નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 1,80,500 તથા પાંચ મોબાઈલ એમ કુલ્લ રૂા. 2,46,000નો મુદ્દામાદ જપ્ત કરાયો હતો. ગાંધીધામના નવી સુંદરપુરી બારોટવાસમાં અરવિંદ પોપટલાલ સુથાર (પીઠડિયા)ના મકાનમાં અમુક શખ્સ ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીં પત્તા ટીંચતા પ્રજ્ઞાબેન અરવિંદ સુથાર, વર્ષાબેન વિપુલ સુથાર, લીલાબેન ધર્મેશ સથવારા, નરેન્દ્રપુરી પ્રવીણપુરી ગુંસાઈ, વિપુલ પોપટલાલ સુથાર તથા મેહુલ ધરમશી સથવારા નામના શખ્સની અટક કરવામાં આવી હતી. આ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 11,180 તથા પાંચ મોબાઈલ એમ કુલ રૂા. 51,680નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો......વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust