વિંઝાણમાં યુવાનની કરપીણ હત્યા

ભુજ, તા. 14 : અબડાસા તાલુકાના વિંઝાણ ગામે આજે સાંજે 22 વર્ષિય લુહાર યાકુબ ઓસમાણને ગામના જ બે યુવાને મોબાઇલ બાબતે આપસી અંટસને લઇને પેટ, છાતી તથા પીઠમાં છરીના અનેક વાર કરીને હત્યા નીપજાવતા નાનકડા એવા ગામ તેમજ આસપાસમાં ચકચાર પ્રસરી છે. આ અંગે મળેલી જાણકારી મુજબ ગઇકાલે આરોપીઓનો મોબાઇલ ચારી થઇ જતા આ મોબાઇલની ચોરી યાકુબે કરી હોવાનું જણાવી આજે બપોરે આ મુદ્દે ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ યાકુબને આરોપીઓએ આ મુદ્દે વાતચીત અર્થે ગામના બસ સ્ટેશન પાસેની ચોકરી પાસે બોલાવ્યો હતો અને વાતચીત દરમ્યાન મામલો બિચકતા આરોપી સમીર ઓસમાણ હિંગોરા (ઉ.વ. 22) ને સમસુદ્દીન ઇશાક હિંગોરા (ઉ.વ. 24)એ છરીના અનેક ઘા યાકુબના પેટ, છાતી અને પીઠમાં ભોંકી દેતા તેને લોહીલુહાણ કરી દઇ તેનું ઢીમ ઢાળી દીધું હતું.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust