અંજાર તાલુકા શિક્ષક સમાજે લમ્પિગ્રસ્ત ગાયોને બચાવવા ત્રણ લાખ ફાળો કર્યો

અંજાર, તા. 14 : હાલમાં લમ્પિગ્રસ્ત ગાયોની સેવા કરવાના ઉદ્શેથી અંજાર તાલુકા શિક્ષક સમાજે `ગાય અમારી માતા' અભિયાન હેઠળ કરેલા આહવાન પર આશરે ત્રણ લાખની નજીક રકમનો ફાળો નોંધાયો છે. આ રકમ દ્વારા  અંજાર તાલુકા પંચાયત તથા નગરપાલિકાના શિક્ષકો દ્વારા વીડી ચાર રસ્તા પાસે કેમ્પમાં શરૂ કરી તમામ બીમાર ગાયોને શિક્ષકોની ટીમ દ્વારા જાતે જવના ઔષધીય લાડુ બનાવી ખવડાવામાં આવે છે. તા. 6-8થી દરરોજ આશરે 30 કિલો જવના લાડવા બનાવાયા છે. જે ગાયોને પીસેલી વરિયાળીનું પાણી ગોળના પાણી સાથે મિક્ષ કરીને પીવડાવવામાં આવે છે. જેથી તેમની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય. ગાયોના શરીર પરના ઘાવ પર પોટેશિયમ પરમેગેનેટનો સ્પ્રે છાંટી રૂથી સફાઇ કરી તેના પર ઔષધીય લેપ પણ લગાવવામાં આવે છે. ઉપરાંત ગાય પર માખો ન બેસે તે માટે હળદર પણ છાંટવામાં આવે છે. આર.એસ.એસ. તથા રાધે સંવેદના ગ્રુપની શિક્ષક સમાજની ટીમ ગાયોને બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે.શિક્ષક સમાજના પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, મંત્રી જીજ્ઞેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, મુકેશભાઇ પટેલની સાથે સ્વયંસેવકોની ટીમ કામ કરી રહી છે. મહિલા પાંખના પ્રમુખ સૂર્યાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તમામ મહિલા શિક્ષિકા દરરોજ લાડવા બનાવી આપે છે. આ સેવા એક માસ સુધી ચાલુ રાખવાની નેમ લીધી છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust