જિલ્લામાં ઠેર ઠેર રાષ્ટ્રધ્વજને સલામી અપાશે

ભુજ, તા. 14 : દેશના 76મા સ્વાતંત્ર્ય દિને સરહદી કચ્છ જિલ્લામાં આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. તિરંગાને સલામી આપવા સાથે અન્ય કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ભુજ : નગરપાલિકા : પ્રમુખ ભુજ નગરપાલિકાના હસ્તે વોર્ડ નં. 8 મધ્યે આવેલ કોમર્સ કોલેજ પાસે, ગણેશનગરની શાળા નં. 17માં સવારે 10 કલાકે અને ભુજ નગરપાલિકા મધ્યે સવારે 10.30 કલાકે ધ્વજવંદન. વિજયરાજજી સાર્વજનિક પુસ્કાલય : સ્વતંત્રતા દિન નિમિત્તે ધ્વજવંદન તા. 15/8ના સંસ્થાના પ્રમુખ ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયના હાથે સવારે 11 વાગ્યે. ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન : તા. 15/8ના સોમવારના સવારે 9.15 કલાકે ધ્વજવંદન અને ચિત્રસ્પર્ધા સારસ્વત વાડી, ભુજ ખાતે અને સાંજે 5 કલાકે લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ મધ્યે જ્ઞાતિના એલ.કે.જી.થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન. ભુજ લોહાણા મહાજન : ભુજ લોહાણા મહાજનના પ્રમુખ કિરણભાઇ એમ. ગણાત્રાના અધ્યક્ષ સ્થાને તા. 15/8ના `વંદે માતરમ્' કાર્યક્રમનું આયોજન શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડીનાં આંગણાના પ્રાંગણ મધ્યે ધ્વજવંદન કાર્યક્રમ સવારે 9.30થી 9.50 કલાકે, સાંસ્કૃતિક કાર્યક્રમો, વેશભૂષા હરીફાઇ, દેશભક્તિ ગીત, સોલો ડાન્સ તથા ગ્રુપ ડાન્સની સ્પર્ધા સાંજે 5થી 8, ડ્રોઇંગ સ્પર્ધા બપોરે 12થી 1. સંસ્કારનગર પ્રગતિ મંડળ : તા. 15/8ના સોમવારે સાંજે 5 વાગ્યે ગરબી ચોક ખાતે `હર ઘર તિરંગા' અંતર્ગત રાષ્ટ્રવંદનાનો કાર્યક્રમ.હિન્દુસ્થાન નિર્માણ દલ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, હિન્દુસ્થાન નિર્માણ?દલ, રાષ્ટ્રીય બજરંગ દલ, રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા એ.એચ.પી. કાર્યાલય, ભક્તિધામ એપાર્ટમેન્ટ બી-વિંગ ખાતે સવારે 10 કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિટાયર્ડ મેમ્બર્સ : ભુજ શહેર તથા આસમાસના તમામ પેન્શનર અને ફેમિલી પેન્શનરની સવારે 9.30 વાગ્યે ભુજ મેઇન બ્રાન્ચ ખાતે ધ્વજવંદન માટે ઉપસ્થિતિ.માંડવી : નગર સેવા સદન : ધવલનગર-1ના સાર્વજનિક પ્લોટમાં નગર સેવા સદનના અધ્યક્ષા હેતલબેન સોનેજીના હસ્તે સવારે 9.30 કલાકે ધ્વજવંદન.માંડવી શહેર ભાજપ : નીલકંઠ નગર સાર્વજનિક પ્લોટ ખાતે શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઇ દવેની ઉપસ્થિતિમાં પાયલ રમેશભાઇ પટ્ટણીના હસ્તે સવારે 11 કલાકે. જીમખાના-માંડવી : માંડવી જીમખાના આયોજિત ધ્વજવંદન જીમખાના પરિસર ખાતે સવારે 10 વાગ્યે. જનકલ્યાણ મેડિકલ સોસાયટી : સવારના 8.30 વાગ્યે ઇશ્વરભાઇ એચ. દેસાઇના હસ્તે ધ્વજવંદન. વિકલાંગ કન્યા છાત્રાલય : સવારે 11 વાગ્યે સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઇ ગણાત્રાના હસ્તે ધ્વજવંદન.મદીના હોસ્ટેલ : મદીના હોસ્ટેલ (માંડવી)ના પ્રાંગણ મધ્યે સંસ્થાના સહમંત્રી ગુલામહુશેન જી. સમેજાના હસ્તે સવારે 9.30 વાગ્યે તિરંગો ફરકાવાશે.સણોસરા : ગ્રામ પંચાયત : સવારે 9 કલાકે ધ્વજવંદન, પૂર્વી લોકકલા કેન્દ્ર-ભુજના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિ ગીતો. દાતાઓ, ગ્રામજનો તથા સભ્યોની ઉપસ્થિતિમાં.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust