ગાંધીધામમાં વાહનમાંથી ડીઝલ ચોરવા આવેલા શખ્સોનો યુવાન ઉપર હુમલો

ગાંધીધામ, તા. 14 : શહેરના સભાષનગર નજીક 6 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ટ્રેઇલરની ટાંકીમાંથી ડીઝલની ચોરી કરતા  ચાર તસ્કરોને યુવાને પડકાર્યો હતો. આ શખ્સોએ ટ્રેઇલર ચાલક પર ધોકા, લાકડી વડે હુમલો કરી રૂા. 7500ના ઇંધણની ચોરી કરી નાસી ગયા હતા. બીજી બાજુ શહેરના લીલાશાહ નગર વિસ્તારમાં એક બંધ મકાનના તાળા તોડી ચોરી કરવા ઘૂસેલા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. શહેરના 6 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ રિશી શિપીંગ કંપનીના વર્કશોપમાં ગઇકાલે વહેલી પરોઢે આ બનાવ બન્યો હતો. કંપનીમાં ડ્રાઇવિંગ કામ કરનાર વિક્રમ શંકર ઉરાંવ નામનો યુવાન ટ્રેઇલર નંબર જી.જે. 12 બી.વી.-0970 લઇને વર્કશોપમાં રીપેરીંગ માટે આવ્યો હતો. વાહનની રીપેરીંગ ચાલુ હોવાથી આ વાહન ત્યાં જ પડયું હતું. અને આ ચાલક ગઇકાલે રાત્રે વાહનની કેબિનમાં સૂઇ ગયો હતો. ગઇકાલે વહેલી પરોઢે વાહનના પાછળના ભાગે અવાજ આવતા ફરિયાદી ત્યાં ગયો હતો ત્યાં મોઢે બુકાની બાંધી આવેલા ચાર શખ્સો ડિઝલ ટાંકીનું તાળું તોડી તેમાંથી ડિઝલની ચોરી કરી રહ્યાં હતાં. આ જોઇ ફરિયાદીએ તેમને પડકારતા આ શખ્સો અલ્ટો કારમાંથી ધોકા, લાકડી લઇ આવી ફરિયાદી યુવાન ઉપર હુમલો કર્યો હતો, જેથી તે અન્ય ડ્રાઇવરોની ઓરડીઓ બાજુ જઇ?રાડા રાડ કરતા અન્ય લોકો જાગી ગયા હતા અને બનાવવાળી જગ્યાએ જતાં તસ્કરો નંબર પ્લેટ વગરની અલ્ટો કારમાં બેરલમાં ભરેલ રૂા. 7500ના ડિઝલની ચોરી કરી નાસી ગયા હતા. બળજબરીપૂર્વક ચોરીના આ બનાવમાં ફરિયાદી ઉપર હુમલો થતાં તેને હાથમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust