મીઠીરોહર પાસે મીઠાં તળે દબાઇ જવાથી ટ્રકચાલકનું મોત

ગાંધીધામ, તા. 14 : તાલુકાના મીઠીરોહર ઓવરબ્રિજ નજીક ટ્રકમાં ભરેલ મીઠું આ વાહનની કેબિન ઉપર પડતાં તેમાં દબાઇ જતાં વાહનચાલક નથુ મેઘજીભાઇ મ્યાત્રા (ઉ.વ. 57)નું મોત થયું હતું. અંજાર તાલુકાના સંઘડમાં રહેનાર નથુભાઇ ગત તા. 11/8ના સવારે ઘરેથી નીકળી ગાંધીધામ ગુડઝ શેડમાં આવ્યા હતા. ત્યાં તેમને મીઠું ભરવાની વર્ધી મળી હતી. તે ટ્રક નંબર જી.જે. 12-ટી. 7273 લઇને ચોપડવા ગયા હતા. ત્યાંથી મીઠું ભરીને પરત ગાંધીધામ બાજુ આવી રહ્યા હતા. મીઠીરોહર ઓવરબ્રિજ પાસે પહોંચતાં આ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રક સર્વિસ રોડ નીચે ઊતરી ગઇ હતી, જેમાં આ વાહનમાં ભરેલું મીઠું ટ્રકની કેબિન ઉપર પડતાં ચાલક નથુભાઇ કેબિન સાથે મીઠા નીચે દબાઇ ગયા હતા જેમાં તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં તેમનું બનાવ સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે શામજી નથુ મ્યાત્રા (આહીર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust