રક્ષકવન સામે માર્ગમાં બોલેરોએ બાઇકને અડફેટે લેતાં ચાલક ઘાયલ

ભુજ, તા. 14 : રુદ્રમાતા પાસેના રક્ષકવન સામે માર્ગમાં બોલેરોએ બાઇકચાલકને અડફેટે લેતાં અસ્થિભંગ તથા ટાંકા સહિતની ઇજાઓ પહોંચી છે. શુક્રવારે રાત્રે બોલેરો ગાડી નં. જી.જે. 12-બી.ટી. 4983ના ચાલકે પૂરપાટ બેદરકારીથી ગાડી ચલાવી હરેશ દેવજી ભાનુશાલીની બાઇક નં. જી.જે. 12-સી.ઇ. 9858ને અડફેટે લઇ અકસ્માત સર્જતાં દેવજીને 108 મારફતે ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દેવજીને માથાની સાઇડમાં ટાંકા તથા હાથ-પગમાં અસ્થિભંગ સહિતની ઇજા પહોંચતાં તેના ભાઇએ બોલેરો ચાલક વિરુદ્ધ માધાપર પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાવી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust