ત્રંબૌમાં જમાઈનો સાસુ - સસરા ઉપર ધોકાથી હુમલો

રાપર,તા. 14 : તાલુકાના ત્રંબૌ વાડી વિસ્તારમાં જમાઈ સહિત ચાર શખ્સે પતિ અને પત્નીને માર માર્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગામમાં સામા આહીરની વાડીમાં તા. 10ના રાત્રિના 8 વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી  મોહન પાંચા કોલીએ આરોપી નીલેશ રામજી કોલી, રામજી  કરશન કોલી, શાંતિબેન રામજી કોલી અને દિનેશ હોથી કોલી સામે ફરિયાદ નોંધાવી છે. જમાઈ  નીલેશે ફરિયાદી અને તેના પત્ની ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. તમારી દીકરી કાંઈ કામ નથી કરતી તેવું કહી માર માર્યો હતે. પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust