વાયરલ સંક્રમણ ટાળવા વાસી ખોરાક અને દૂષિત પાણીથી દૂર રહો

ભુજ, તા. 14 : દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ, જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વીહીવટી તંત્ર દ્વારા આરોગ્ય કેમ્પમાં યોજાયો હતો. જેમાં તાવ, ખાંસી, ઉધરસ અને શરદીના 105 દર્દીઓને નિ:શુલ્ક સારવાર અપાઇ હતી.વરસાદી માહોલમાં ભેજ, તડકો, છાંયો, તાપમાનમાં વધઘટને કારણે પાચન તંત્રને અસર થતી હોવાથી  રોગ પ્રતિકારક શક્તિ ખોરવાય છે. પાણી ભરાવાને કારણે બેકટેરિયા અને વાયરસનાં પ્રમાણમાં પણ વધારો થાય છે. જેથી સંક્રમણને મોકળું મેદાન મળી જાય છે અને તાવ તથા શરદી જોવા મળે છે. આવા અનેક દર્દીઓને સારવાર આપતાં ડો. યેસ્વી ફૂલતરિયાએ સંક્રમણથી બચવા દૂષિત પાણી,  વાસી ખોરાકથી બચવા તેમજ સ્વચ્છતા જાળવવા અને વ્યાયામ કરવા સલાહ આપી હતી.આ કેમ્પમાં ત્રીરોગ, બાળરોગના દર્દીઓને પણ સારવાર અપાઇ હતી. રેડીઓલોજી વિભાગ તરફથી જરૂરિયાતમંદ દર્દીનું યુએસજી કરાયું હતું. ગાયનેકના ડો. નીલિમા પટેલ, બાળરોગના ડો. સંકેત રામી અને રેડીઓલોજી તરફથી ડો. સંદીપ વોરા જોડાયા હતા. દયાપર ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર શુક્રવારે મેડિકલ કેમ્પ યોજાય છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust