હિન્દમાતા બજારમાં આઝાદીના અમૃત મહોત્સવનો જબરદસ્ત ઉત્સાહ

કનૈયાલાલ જોશી તરફથી - મુંબઈ, તા. 14 : દાદર નજીકની કાપડના વેપાર માટે જાણીતી હિન્દમાતા બજારે આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં નવા રૂપ ધારણ કર્યાં છે. આખી બજારમાં દુકાનો પર ત્રિરંગા લહેરાય છે તો શાંતિદૂત બજાર અને ટાટા માર્કેટને તો ત્રિરંગાના લાંબા પટ્ટાથી શણગારાઈ છે. ન્યૂ હિન્દમાતા ક્લૉથ મરચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ દિનેશ ત્રિવેદીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હિન્દમાતા વિસ્તારમાં આવેલી શાંતિદૂત ક્લૉથ માર્કેટ અને ટાટા માર્કેટની એકસો દુકાનો સંકુલમાં આવેલી છે જ્યાં ત્રિરંગાના બે ફૂટના લાંબા પટ્ટાથી સુશોભન કરવામાં આવ્યું છે. બજારમાં અમૃત મહોત્સવનો ઉત્સાહ વર્તાય છે. વેપારીઓએ 13થી 15 તારીખ એમ ત્રણ દિવસ સુધી 10 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે, આમ તો સમગ્ર બજારમાં રીટેલ દુકાનોમાં મૉન્સૂન ડિસ્કાઉન્ટ સેલ ચાલે છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust