કેજરીવાલ 16 ઓગસ્ટે કચ્છમાં

કેજરીવાલ 16 ઓગસ્ટે કચ્છમાં
અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી): આમ આદમી પાર્ટીના સંયોજક અને નવી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ 16 ઓગસ્ટે કચ્છમાં આવી રહ્યા છે. ભુજમાં તેઓ પાર્ટીના કાર્યકરો તેમજ અન્યો સાથે સંવાદ કરશે તેમજ ટાઉનહોલમાં સભાને પણ સંબોધી શકે છે. આ દરમિયાન તેઓ નવી જાહેરાત પણ કરશે તેમ મનાય છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ આ અગાઉ અરાવિંદ કેજરીવાલ ફરી 6 અને 7 તારીખે ગુજરાતમાં આવ્યા હતા. જેમાં તેમણે જામનગરમાં વેપારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને છોટા ઉદેપુરમાં જાહેર સભાને સંબોધી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust