વડાપ્રધાન 10 હજાર કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરે તેવી તૈયારીઓ

વડાપ્રધાન 10 હજાર કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરે તેવી તૈયારીઓ
ભજ, તા. 13 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગયા મહિને  મુલત્વી રહેલી મુલાકાતનો તખ્તો ફરી ઘડાઇ રહ્યો છે. સંભવિત 28 ઓગસ્ટના વડાપ્રધાન કચ્છ આવી શકે છે અને 10 હજાર કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરવાના છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. 28મીએ  કુકમા પાસે કાઝરી સંકુલમાં આવેલી વિશાળ ખુલ્લી જગ્યાએ  સભા યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. મોદીના સ્વપ્ન સમાન ભુજિયા સ્મૃતિવનનું કામ સાવ અંતિમ તબક્કામાં છે. ત્યારે પ્રથમ ફેઝનું વડાપ્રધાન લોકાર્પણ કરી શકે છે. એવી જ રીતે ચાંદરાણી ગામ પાસે સરહદ ડેરીના દૂધની બનાવટના રૂા. 200 કરોડના અદ્યતન પ્લાન્ટને પણ ખુલ્લું મુકી શકે છે.એવી જ રીતે અંજારથી ખાવડા સુધીના ફોરલેન માર્ગનું કામ જે અંદાજે 1200 કરોડના ખર્ચે નિર્માણ થવાનું છે તેનું ખાતમુહૂર્ત કરવાના છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust