જંગી વિસ્તારમાં બંધાયેલા પાળામાં ફસાયેલા ખારાઇ ઊંટોને જીવનું જોખમ

જંગી વિસ્તારમાં બંધાયેલા પાળામાં ફસાયેલા ખારાઇ ઊંટોને જીવનું જોખમ
ભચાઉ, તા. 13 : કચ્છમાં ખારાઇ ઊંટની પ્રજાતિ ખતરામાં છે ચેરિયાના વનનો નાશ કરવામાં આવી રહ્યો છે હાલમાં જંગી વિસ્તારમાં મીઠાના કારખાના દ્વારા પાળા બાંધવામાં આવ્યા છે. જ્યાંથી ખારાઇ ઊંટો પસાર થતી વખતે ફસાઇ ગયા છે મીઠા પકાવતા લોકો પાળા બાંધતાં ચેરિયાને દરિયાનું પાણી મળતું નથી સાથે નવા પાળા બાંધીને ઊંટોની અવરજવરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેથી ખારાઇ ઊંટો માટે દિવસે દિવસે મુશ્કેલી વધતી રહી છે  અને ઊંટો ફસાઇને ખતરામાં મૂકાયા છે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા લાંબા સમયથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ચેરિયાના બચાવ માટે કેસ કર્યો છે અને ચુકાદો પણ આવી ગયો છતાં આ બધું પેપર પર રહી ગયું છે સરકાર દ્વારા નિર્ણય લેવાયો નથી. ગઇકાલે ખારાઇ ઊંટ પાલક જત આદમ અદ્રેમાન પોતાના ઊંટોને ચેર જંગલથી લઇ પરત થતા હતા ત્યારે મીઠાના કારખાના દ્વારા બનાવેલ નવાપાળામાં ઊંટો ફસાઇ ગયેલ છે અને ઊંટોનો જીવ પણ બચી શકે નહિ તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના માજી પ્રમુખ ભીખાભાઇ વાઘાભાઇએ વખતો વખત સરકાર સામે રજૂઆત કરી છે દિવસે દિવસે કારખાના વધતા જાય છે અને ખારાઇ ઊંટોની પ્રજાતિ હવે ખતરામાં છે તેવું ભીખાભાઇએ જણાવી સરકારને અનુરોધ કર્યો હતો કે આ કારખાના બંધ નહિં થાય તો ખારાઇ ઊંટોની પ્રજાતિનો નાશ થઇ જશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust