દેશપ્રેમ સદૈવ જીવંત રાખવા અપીલ

દેશપ્રેમ સદૈવ જીવંત રાખવા અપીલ
ગાંધીધામ, તા. 13 : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં ગાંધીધામમાં યોજિત તિરંગાયાત્રામાં અગ્રણીઓએ  દેશપ્રેમ સદૈવ જીવંત રાખવા નાગરિકોને અપીલ કરી હતી.  તિરંગાયાત્રા સમિતિ દ્વારા લઘુભારતનાં દર્શન અને એકતા, અખંડિતતા માટે શહેરની મામલતદાર કચેરી પાસેના મેદાન ખાતે આ યાત્રાનો અગ્રણીઓના  હસ્તે આરંભ થયો હતો, જે   ગાંધીમાર્કેટ, ચાવલા ચોક, સરદાર વલ્લભાઈ પટેલ પ્રતિમા થઈ ઝંડાચોક ખાતે સંપન્ન થઈ હતી. હાથમાં તિરંગા અને ડીજેના  તાલે જુદા-જુદા સમાજના પ્રતિનિધિઓ, સંગઠનો, શાળાઓના વિદ્યાર્થીઓ  સહિતના લોકો જોડાતાં  દેશભકિતનો માહોલ છવાયો હતો. ઝંડાચોક ખાતે સમાપન કાર્યક્રમના પ્રારંભમાં  ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સ્વાગત પ્રવચનમાં આ યાત્રામાં ભાગ લેનાર સમાજ, સંગઠનોનો આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય   વાસણભાઈ આહીરે કહ્યંy હતું. તિરંગાયાત્રાથી જનજનમાં  દેશપ્રેમ જોવા મળ્યો છે. વધુમાં  તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે કંડારેલી કેડીઓ સંદર્ભે વિગતો આપી  આગામી 15/8 સુધીના હર ઘર તિરંગા પ્રકલ્પને સાકાર કરવા માટે પ્રત્યેક જણે પોતાની ભાગીદારી નોંધાવવા આહ્વાન કર્યું હતું.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust