માધાપરમાં લમ્પિગ્રસ્ત ગાયોની સારવાર માટે વિશાળ આઈસોલેશન વોર્ડ તૈયાર

માધાપરમાં લમ્પિગ્રસ્ત ગાયોની સારવાર માટે વિશાળ આઈસોલેશન વોર્ડ તૈયાર
માધાપર (તા. ભુજ), તા. 13 : અહીંના પટેલ જ્ઞાતિ મંડળ પ્રેરિત અને પટેલ યુવક સંઘ સંચાલિત લમ્પિ રોગથી પીડાતી ગાયો અને નંદીની સારવાર માટે આઈસોલેટ હોસ્પિટલ ખુલ્લી મૂકી એક મહિનાથી યુવાનો ગામની  ગાયોને રસીકરણ અને બીમારને  દવા-સારવારની ઝુંબેશ ચલાવી રહ્યા છે. 200 જેટલી ગાયને ભુજ સારવાર માટે મોકલાવી પરંતુ ત્યાં જગ્યાના અભાવે છેલ્લા દસ દિવસથી માધાપરમાં શુભમ મંડપ દ્વારા વિશાળ વોટરપ્રૂફ આઈસોલેશન વોર્ડ તૈયાર કરી જેમાં 10 મોટા એરકૂલર મૂકી સગવડ કરી આપી છે. 10 દિવસમાં 100થી વધુ ગાયને સારવાર આઠ સરકારી ડોક્ટરની ટીમ અને ત્રણ ખાનગી ડોક્ટર આપે છે.  માધાપર અને આજુબાજુના ગામોમાંથી ગંભીર બીમાર ગાયોને અહીં મૂકી જાય છે. 100થી વધુ ગાયને ડોક્ટર ટીમ દ્વારા સારવાર કરાઈ, જેમાં 70 જેટલી ગાય બરાબર થઈ જતાં વિશાળ ગ્રાઉન્ડમાં રાખવામાં આવી છે. જેને દરરોજ ખોળ-ભૂસો, લીલો ચારો અપાય છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust