દાતાઓના સહયોગે જિલ્લાના 110 લાભાર્થીનાં આંખનાં ઓપરેશન કરાવાયાં

દાતાઓના સહયોગે જિલ્લાના 110 લાભાર્થીનાં આંખનાં ઓપરેશન કરાવાયાં
ભુજ, તા. 13 : અત્રે લાયન્સ હોસ્પિટલમાં માધાપર (તા. ભુજ) નિવાસી સ્વ. શિવજીભાઈ ધનજીભાઈ રાબડિયા તથા સ્વ. મેઘબાઈ શિવજીભાઈ રાબડિયાના અત્મશ્રેયાર્થે માધાપર સ્થિત તેમના પુત્ર વિશ્રામભાઈ શિવજીભાઈ રાબડિયા, યુ. કે. સ્થિત રતનબેન ખીમજીભાઈ હાલાઈ, ઓસ્ટ્રેલિયા સ્થિત શાંતાબેન લાલજીભાઈ વરસાણી તથા માધાપર સ્થિત દમયંતીબેન જેરામભાઈ માધાપરિયાએ સમગ્ર કચ્છના આંખના દર્દીઓને આવરી લઈને ફ્રી આંખના ઓપરેશન મેગા કેમ્પમાં 110 જરૂરિયાતમંદ લોકોના ઓપરેશન કરાવ્યા હતા.લાયન્સ ક્લબ ઓફ માધાપર દ્વારા આયોજિત આ કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ માધાપરના પ્રમુખ પ્રવિણભાઈ ખોખાણીએ સોને આવકાર્યા હતા. પૂર્વ ડીસ્ટ્રીક્ટ ગવર્નર મીનાબેન મહેતા, પ્રોજેક્ટ કો. ઓર્ડિનેટર ઝોન-1ના ઝોન ચેરમેન અશ્વિનભાઈ સોલંકી, માધાપર ક્લબના ટ્રેઝરર શામજીભાઈ કેરા તથા ક્લબના સદસ્યો હાજર રહ્યાં હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust