જુગારના સાત દરોડામાં 43 ખેલી ઝડપાયા

ભુજ/રાપર,તા. 13 : કચ્છમાં જુગારના સાત દરોડામાં 43 ખેલીને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભુજમાંથી પાંચ, માધાપરના મકાનમાંથી તથા ખીરસરામાંથી છ-છ જ્યારે મુંદરા તાલુકાના દેશલપર અને ભચાઉમાંથી આઠ-આઠ અને નખત્રાણાના લક્ષ્મીપરમાંથી સાત જ્યારે રાપરના દરોડામાં ચાર ઝડપાયા હતા. તો પાંચ નાસી છૂટયા હતા.ભુજ-માધાપરના ધોરીમાર્ગ પર ગ્રાન્ડ થ્રીડી હોટલ સામે જીઆઇડીસી ત્રણ રસ્તાના સામેના ભાગે બાવળોની ઝાડીમાં આજે બપોરે તીનપત્તીનો જુગાર રમતા અભલ સફરા હાલેપોત્રા, મેઘજી રવજી વણકર, ધીરજ ચંદુભાઇ ઠાકોર, વસીમ જસા નોડે અને અજયગિરિ કિરીટગિરિ ગોસ્વામી (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 4350 તથા ત્રણ મોબાઇલ કિ. રૂા. 3000 એમ કુલ્લે રૂા. 7350ના મુદ્માલ સાથે બિ-ડિવિઝન પોલીસે   ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.માધાપરના ગોકુલધામની પાછળ વૃંદાવન સોસાયટીના નવુભા વાઘેલાના મકાનમાં ગઇકાલે રાત્રે ગંજીપાના વડે જુગાર રમતા નવુભા ઉપરાંત પૃથ્વીરાજસિંહ મહિપતસિંહ ઝાલા, અમીત અમૃતલાલ સોની, અર્જુનસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ ઉમરસંગજી જાડેજા અને નરેશ ભવરસિંહ ચૌધરી (રહે. તમામ માધાપર)ને રોકડા રૂા 39100 તથા બે મોબાઇલ ફોન કિ. રૂા. 10,000 એમ કુલ્લે રૂા. 49,100ના મુદ્માલ સાથે માધાપર પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ઝડપી લઇ કાર્યદેસરની કાર્યવાહી કરી હતી.મુંદરા તાલુકાના દેશલપર ગામે પાબુદાદાના મંદિરના સામે આવેલા ઓટલા ઉપર ગુરુવારે રાત્રે તીનપત્તીનો જુગાર રમતા ભારમલ દેવરાજ ગઢવી, નાનજી ભીમજી મહેશ્વરી, પાંચા નાથાભાઇ આયર, હિતેશભાઇ નાનજીભાઇ મહેશ્વરી, રામજી જશા મહેશ્વરી, ગવરીપુરી પ્રેમપુરી ગુસાઇ, મહેશ નારણભાઇ મહેશ્વરી અને રામજી કરશન આયર (રહે. તમામ દેશલપર)ને રોકડા રૂા. 21,500, ત્રણ મોબાઇલ કિ. રૂા. 7500 તથા બે વાહન કિ. રૂા. 7.50 લાખ એમ કુલ્લે રૂા. 7,79,000ના મુદ્માલ સાથે મુંદરા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust