માધાપરની સગીરાનું અપહરણ

ભુજ, તા. 13 : શહેરના પર સમા માધાપરમાંથી ગઈકાલે સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે માધાપર પોલીસ મથકે આજે નોંધાયેલી ફરિયાદ મુજબ ગઈકાલે સાંજે ગામની એક સોસાયટીના ચોકમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ તથા તેના વાલીએ ફરિયાદ નોંધાવી છે. કોઈ અજાણ્યો ઈસમ સગીરાનું તેના કાયદેસરા વાલીપણામાંથી અપહરણ કરી ગયો છે. માધાપર પોલીસે પોકસો સહિતની કલમતળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust