ભુજના જીઇબી કર્મી સાથે ઠગાઇ ખાતામાંથી બારોબાર 1.46 લાખ સાફ

ભુજ, તા. 13 : ઓનલાઇન ઠગાઇના અનેક કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે સાવચેતી અતિઆવશ્યક છે. હાલમાં જ ભુજના જીઇબીના કર્મચારી યુવાનના ક્રેડિટ કાર્ડમાંથી તેની જાણ બહાર જ રૂા. 1,46,000 ઉપડી જતાં તેણે સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)ને જાણ કરતાં સેલે પૂરેપૂરી રકમ પરત અપાવીને સરહાનીય કામગીરી કરી છે.આ અંગે મળતી જાણકારી મુજબ જીઇબીમાં નોકરી કરતા 44 વર્ષીય સતીશ રમેશચંદ્ર જેઠીના એસબીઆઇ બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી રૂા. 1,46000 તેની જાણ બહાર ગત તા. 4-8ના ઓનલાઇન ઉપડી જતાં અરજદાર દ્વારા તાત્કાલિક સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરાયો હતો. સેલે ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલિક પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદારની ગયેલી પૂરેપૂરી રકમ રૂા. 1,46,000ના ખાતામાં પરત મેળવી અપાવી સરાહનીય કામગીરી કરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust