વિશ્વકપ પહેલાં ટી-20 ટીમમાં શમીની વાપસીના સંકેત

નવી દિલ્હી, તા. 13 : ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીનએ અંતિમ વખત ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે નામિબિયા સામે ટી20 વિશ્વકપમાં રમ્યો હતો. ત્યારબાદ શમીને ટી20માં તક આપવામાં આવી નથી અને ટીમની બહાર રહ્યો છે.  એવા રિપોર્ટ પણ સામે આવ્યા હતા કે પસંદગીકર્તાઓએ કહી દીધું હતું કે ભવિષ્યમાં ફરીથી ટી20મા શમીના નામ ઉપર વિચાર કરવામાં આવશે નહીં. જો કે હવે આ નિર્ણય ઉપર યુટર્ન મારવામાં આવે તેવું લાગી રહ્યું છે. એશિયા કપ 2022 પહેલા ભારતના બે મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાગ્રસ્ત થયા છે તેવામં શમીની ટી20 ટીમમાં વાપસી થઈ શકે છે.બુમરાહ અને હર્ષલ પટેલ વિશ્વકપમાં પણ રમે તેના ઉપર શંકા છે. તેવામાં મોહમ્મદ શમી આગામી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા શ્રેણીની સાથે સાથે  વિશ્વકપમાં પણ બોલિંગ આક્રમણની આગેવાની કરી શકે છે. બીસીસીઆઈ સુત્રોના કહેવા પ્રમાણે આગામી મહિને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ઘરેલુ શ્રેણીમાં શમીને  ટીમમાં સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust