કચ્છમાં વધુ પાંચ દિવસ હળવા મધ્યમ વરસાદની આગાહી

ભુજ, તા. 13 : અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર તળે કચ્છમાં હળવાથી મધ્યમ તો કેટલાક સ્થળે ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં શ્રાવણી સરવડિયાનો દોર જારી રહ્યો છે. ત્રણ તાલુકામાં ઝરમરથી લઈ હળવા ઝાપટાં વરસ્યા હોવાનું જિલ્લા કન્ટ્રોલ રૂમમાંથી જાણવા મળેલ છે.અંજારમાં 8 મી.મી., મુંદરામાં 4 મી.મી., ભુજમાં 1 મી.મી. સાથે બપોર સુધી મેઘાવી માહોલ છવાયેલો રહ્યા બાદ  સાંજે સૂર્ય નારાણયના દર્શન થયા હતા.હવામાન વિભાગે જારી કરેલા પાંચ દિવસના વર્તારામાં મંગળ-બુધવારે કેટલાક સ્થળે ભારે તો એ સિવાયના વિસ્તારમાં  હળવો-મધ્યમ વરસાદ વરસવાની સંભાવના દેખાડવામાં આવી છે.જિલ્લામાં મહત્તમ તાપમાન સરેરાશ 31 ડિગ્રી આસપાસ રહેતાં ગરમીનું પ્રમાણ તો થોડું ઓછું રહ્યું, પણ ભેજના વધતા પ્રમાણના પગલે વાતાવરણમાં બફારો અનુભવાયો હતો.નોંધનીય છે કે ગુજરાતમાં હાલ ચોમાસુ સક્રિય અવસ્થામાં હોવાની સાથે સર્ક્યુલેશન સિસ્ટમ છવાયેલી રહેતા વરસાદ વરસાદની સંભાવનાને હવામાન શાત્રીઓ દ્વારા નકારવામાં આવી નહોતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust