રાષ્ટ્રીય લોક અદાલતમાં 9512 કેસનો નિકાલ

ભુજ, તા. 13 : કચ્છની તમામ અદાલતોમાં આજે યોજાયેલા રાષ્ટ્રીય લોક અદાલતમાં 9512 કેસોનો નિકાલ થયો હતો. કુલ્લ 13.72 કરોડના એવોર્ડ થયા હતા.મુખ્ય જિલ્લા ન્યાયધિશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ-ભુજ અધ્યક્ષ એચ.એસ. મુલીયાની રાહબરી હેઠળ ભુજ, ફેમેલી કોર્ટ‰, લેબર કોર્ટ, કચ્છ અને તમામ દસ તાલુકાઓમાં આયોજન થયું હતું. જિલ્લાના તમામ ન્યાયાધિશો દ્વારા લગ્ન વિષયક તકરારના કેસો, સમાધાન કરી શકાય તેવા ફોજદારી કેસો, નજીવા ગુનાના કેસો, દિવાની દાવાઓ જેવા કે લેણી રકમના દાવા, દરખાસ્તો, સમાધાનની શક્યતા જણાઇ આવે તેવા બીજા દાવાઓ, મોટર અકસ્માત વળતરની અરજીઓ વગેરે, લોક અદાલતમાં મુકી શકાય તેવા કેસો ફાઇન્ડ આઉટ કરવાની પ્રક્રિયા અગાઉથી હાથ ધરાઇ હતી.આ લોક-અદાલતને સફળ બનાવવામાં તમામ તાલુકા બાર એસો.ના હોદ્દારો, સભ્ય, પેનલ એડવોકેટ, જિલ્લા સરકારી વકીલ, મદદનીશ સરકારી વકીલો, અદાલતના તમામ કર્મચારીઓ, પીજીવીસીએલ, બેંકના અધિકારીઓ, ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ વગેરેનો સહકાર મળ્યો હતો. સમાધાન લાયક 982 કેસોનો, સ્પેશિયલ મેજીસ્ટેરીયલ સિટિંગના 1791 કેસોનો તેમજ અદાલતમાં ન ગયેલા પ્રિલીટીગેશનના 6739 કેસો મળી 9,512 કેસોનો નિકાલ થયો હતો. સચિવ આર.બી. સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust