નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો

નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો
અશ્વિન જેઠી દ્વારા -  નખત્રાણા, તા. 5 : છેલ્લા સત્યાવીસ વર્ષથી છ વખત ભાજપે ગુજરાત રાજ્યમાં સરકાર બનાવી છે ત્યારે નખત્રાણા વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. લોકોની લાગણી અને માગણી હતી કે નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળે. રાજ્ય સરકારે આ માગણી-લાગણી સ્વીકારી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નખત્રાણાની નગરપાલિકાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેવી જાહેરાત કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ આજે પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં કરી હતી. નખત્રાણા નગરપાલિકા બનતાં વિકાસકાર્યોને વેગ મળશે. રસ્તા, પાણી, વીજળી તેમજ અનેક વ્યવસ્થાઓ માટે સરકાર ખુલ્લા મને ગ્રાન્ટ આપશે. બધી બાબતો ધ્યાને રાખી મુખ્યમંત્રી શ્રી પટેલ, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ કોરડિયાએ મંજૂરી આપતાં આપની વચ્ચે નગરપાલિકાની જાહેરાત કરવા ઉપસ્થિત થયો છું એમ જણાવીને મોટા નખત્રાણા, નાના નખત્રાણા તેમજ બેરૂનો નગરપાલિકામાં સમાવેશ થશે. 30 હજારની નગરની સંખ્યા છે, સતત લોકો વચ્ચે રહી સમસ્યા ઉકેલવા વિકાસલક્ષી ભાજપ સરકારની નેમ છે એમ કહ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust