કચ્છમાં બીજા દોરની શુકનવંતી મેઘસવારી

કચ્છમાં બીજા દોરની શુકનવંતી મેઘસવારી
ભુજ, તા. 5 : જેઠથી કચ્છમાં પગરણ કરી આષાઢમાં અનરાધાર વરસેલા અને શ્રાવણમાં સહેજ જ પોરો ખાઈને `વરાપ'નો લાભ લઈ રહેલા ખેડૂતોને હવામાન ખાતાની આગાહીને પગલે પશ્ચિમ કચ્છમાં ફરીથી ચિંતામાં મૂકનારા મેઘરાજાએ આજે સવારથી સરહદી જિલ્લામાં બીજો અને અનેક વિસ્તારો માટે ખૂબ જ શુકનવંતો રાઉન્ડ શરૂ કર્યો હતો તેમ અંજાર શહેર તાલુકામાં સૌથી વધુ 44 મિ.મી. (બે ઈંચ) પાણી વરસાવતાં હજુ સુધી અર્ધા ભાસતા સવાસરને હવે છલકાવાનું બહાનું જ બાકી રહ્યું હોય તેવો છલોછલ ભરાઈ જતાં ઐતિહાસિક શહેરમાં આનંદનું મોજું ફરી વળ્યું છે, કોટડા (ચકાર)માં પણ બે ઈંચ, દહીંસરામાં એક ઈંચ, ભુજ અને ભચાઉમાં ભારે ઝાપટાં નોંધાયાં છે અને હજુ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી તો ઊભી જ છે. કચ્છમાં 117 ટકાથી પણ વધુ સરેરાશ પડી ચૂકેલા મેઘરાજાએ ગઈકાલે ઝરમરથી પુનરાગમન કર્યું અને આ ચોમાસે વેધશાળાને વધુ એકવાર યશ અપાવતી આગાહીને સાચી ઠેરવી છે.- અંજારમાં બે ઈંચ : અંજારથી રશ્મિન પંડયાના હેવાલ અનુસાર શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ અને સખત ગરમી બાદ બપોરના 2થી 4 વચ્ચે ભારે વરસાદી ઝાપટાંથી 40 મિ.મી. વરસાદ થતાં આજનો વરસાદ 44 મિ.મી. નોંધાયો છે. હજુ પણ વરસાદી માહોલ વચ્ચે હળવા ભારે ઝાંપટાં ચાલુ રહેતાં વાતાવરણમાં ઠંડક વ્યાપી છે. શહેરમાં અગાઉનો વરસાદ 482 મિ.મી. અને આજનો 44 મિ.મી. સાથે સિઝનનો વરસાદી આંક 526 મિ.મી. (21 ઈંચ) પહોંચ્યો છે. આજે થયેલા વરસાદને પગલે શહેરનાં સૌંદર્ય સમા સવારસનું તળાવ ઓગની જવાની ધારણા હતી પરંતુ હજુ પણ એક સારા વરસાદની જરૂર છે. લહેરાતું તળાવ છલકે તેવી સંભાવના છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી જ ભારે વરસાદી ઝાંપટાંથી તળાવો-ડેમોમાં નવાં નીર આવ્યાં છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust