કચ્છના 98,757 છાત્રોએ દેશભક્તિ વ્યક્ત કરી

કચ્છના 98,757 છાત્રોએ દેશભક્તિ વ્યક્ત કરી
ભુજ, તા. 5 : હર ઘર તિરંગા અભિયાન હેઠળ કચ્છના 98,757 વિદ્યાર્થીઓએ શાળાકીય સ્પર્ધાઓમાં ભાગ લઈ દેશભક્તિની લાગણી વ્યક્ત કરી હતી. તો કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ વિભાગ અને મહારાણીશ્રી ગંગાબા સાહેબ-જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ તાલુકાઓની શાળાઓમાં વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, દરેક તાલુકાની ઉચ્ચતર, માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં તિરંગા વિષય સાથે વકતૃત્વ, નિબંધ લેખન સ્પર્ધા, તિરંગા ચિત્ર, તિરંગા ગાયન વગેરે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ અભિયાનમાં અબડાસા તાલુકામાં 8200, અંજાર 7131, ભુજ 21251, ભચાઉ 22564, ગાંધીધામ 8668, લખપત 2023, માંડવી 3499, મુંદરા 3640, નખત્રાણા 8154 અને રાપર 13645 મળીને કુલ 98757 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust