કોડકી રોડ પર દબાણરૂપી મકાન તથા દુકાન તોડી પડાયા

કોડકી રોડ પર દબાણરૂપી મકાન તથા દુકાન તોડી પડાયા
ભુજ, તા. 5 : આજે ભુજ સુધરાઈ દ્વારા કોડકી રોડ પર દબાણ હટાવની કામગીરી હાથ ધરાઈ હતી જે અંતર્ગત એક મકાન તથા એક દુકાન તોડી પાડી બાકીના દબાણો દબાણકરો સ્વેચ્છાએ હટાવવા રાજી થતા અન્ય વ્યવસ્થા ગોઠવાય ત્યાં સુધી કામગીરી મુલતવી રખાઈ હતી. જો કે, એક તબક્કે દબાણકારો દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાતા વાતાવરણ ગરમાયું હતું. બાદમાં સમજાવટને પગલે મામલો થાળે પડ્યો હતો. કલેકટર સમક્ષ ફરિયાદ તેમજ સ્વાગત ની બેઠકમાં પણ ચર્ચાયેલા પ્રશ્નને પગલે ભુજ સુધરાઈ દ્વારા આજે સવારે કોડકી રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ વિસ્તારમાં આવેલા ત્રણ મકાનો તથા બે દુકાનો મળી કુલ પાંચ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ થતાં જ આસપાસના વિસ્તારોમાં પણ દબાણકારો માં ભાઈની લાગણી ફેલાઈ હતી. આ કામગીરી અંતર્ગત એક મકાન અને એક દુકાન તોડી પાડવામાં આવી હતી જ્યારે અન્ય મકાનો તથા દુકાનો તોડવા સમયે દબાણકારો દ્વારા એક તબક્કે આત્મવિલોપનની ચીમકી સહિતના પ્રયત્નો કરાયા હતા પરંતુ તેમને નિયમ મુજબના પ્લોટ ફાળવવાની વાત સહિતની ખાતરી અને પગલે તેઓ સ્વેચ્છાએ દબાણ હટાવવા સહમત થતા તેમને સમય ફાળવાયો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust