મૈરિંગો સિમ્સના સહયોગે રાજ્યની શ્રેષ્ઠ તબીબી પેનલ આજે કચ્છમાં : આઈ.એમ.એ. સાથે સંવાદ

મૈરિંગો સિમ્સના સહયોગે રાજ્યની શ્રેષ્ઠ તબીબી પેનલ આજે કચ્છમાં : આઈ.એમ.એ. સાથે સંવાદ
કેરા (તા. ભુજ), તા. 5 : એક સમય હતો, ઈ.સ. 2000 સુધી સી.ટી. સ્કેન કરવા કચ્છના દર્દીઓને અમદાવાદ જવું પડતું. આજે ક્રમબદ્ધ તમામ સુવિધાઓ મળતી થઈ છે. એટલું જ નહીં વિશ્વનું શ્રેષ્ઠ મારિંગો નેટવર્ક કચ્છને સિમ્સ માધ્યમે ઉપલબ્ધ થયું છે તે માટે રાજ્યનો શ્રેષ્ઠ તબીબી પેનલ તા. 6 ઓગસ્ટ કચ્છમાં આવી છે. કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનાં માધ્યમે આયોજન કરાયું છે. જેણે 15000થી વધુ બાયપાસ અને 37 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે તેવા પશ્ચિમ ભારતના શ્રેષ્ઠ કાર્ડિયો વાસ્કયુલર થોરાસીસ સર્જન ડો. ધીરેન શાહ, મગજના રોગના તજજ્ઞ ડો. મુકેશ શર્મા, કેન્સર માટે શ્રેષ્ઠ ડો. દર્શન ભણસાલી, રેડિયેશન ઓન્કો ડો. દેવાંગ ભાવસાર, રેડિયેશન ઓન્કો ડો. મલ્હાર પટેલ આજે તા. 6-8ના સાંજે કચ્છી લેવા પટેલ સમાજ ભુજ સંચાલિત કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કચ્છના વિવિધ તબીબી સંગઠનો સાથે દર્દીઓનાં હિત માટે વિચાર વિમર્શ કરશે. જેમાં ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન, કચ્છ એકમ, ડેન્ટલ કલબ ભુજ, નેશનલ ઈન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિયેશન કચ્છ અને કચ્છ હોમિયોપેથી ડોકટર એસોસિયેશનનો સમાવેશ થાય છે. ડોકટર સંગઠન પૈકી ડો. હેમાલી ચંદે, ડો. પ્રફુલ્લા ભીંડે, ડો. રામ ગઢવી, ડો. મેહુલસિંહ ઝાલા, ડો. સમીર શાહ, ડો. હિમાંશુ મોરબિયા, ડો. કીર્તિ પટેલ અને ડો. હિમાંશુ વાલાણીના નેતૃત્વમાં તબીબો જોડાશે તેવું આયોજકોએ એક યાદીમાં જણાવ્યું છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust