સતાપર નજીક બે જણ ઉપર સામૂહિક હુમલો

ગાંધીધામ, તા. 5 : અંજાર તાલુકાના સતાપર ગામ નજીક રીક્ષાને ઉભી રખાવીને બે જણ ઉપર   25 થી 30 લોકોએ હુમલો કર્યો હતો.ગઈકાલે રાત્રિના 9 વાગ્યાના અરસામાં સતાપર રોડ  ઉપર  નાયરાના પેટ્રોલપંપ પાસે બનેલી ઘટના અંગે  મેઘપર કુંભારડી( તા.અંજાર)ના રીક્ષા ચાલક અજયભાઈ શામજીભાઈ મહેશ્વરીએ 25 થી30 અજાણ્યા લોકો સામે ગુન્હો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદને ટાંકીને  જણાવ્યુ હતુ કે  ભોગબનનાર યુવાન પોતાના રીક્ષા લઈને જઈ રહયા ત્યારે  અગાઉથી  પીછો કરી આવતા બાઈક અને બોલેરોએ ઓવરટેક કરી રીક્ષાને રોકાવી હતી. તહોમતદારોએ કોઈ કારણસર ફરિયાદી અજય અને ફરિયાદીના ભાઈ દિપકભાઈને લાકડીથી તથા ધકબુશટનો માર મારવા સાથે  રીક્ષામાં નુકશાન પહોંચાડયુ હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust