ભુજ કોર્ટ પરિસરમાં તલાટીએ આધેડ સાથે ઝપાઝપી કરી ધમકી આપી

ભુજ, તા. 5 : શહેરના ન્યાય સંકુલમાં તલાટી કમ મંત્રીએ વૃદ્ધ સાથે ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ  મામલે ફરિયાદી પ્રહલાદસિંહ જશુભા ગોહિલે આરોપી  હરદેવસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ફરિયાદી સામે વર્ષ 2019માં ફરજ રૂકાવટની ફરિયાદ કરી હતી. તે કેસની સુનાવણી માટે બન્ને જણા કોર્ટમાં આવ્યા હતા. ફરિયાદી કોનો ફોન આવ્યો તે જોતા હતા. આ દરમ્યાન આરોપીએ મારા ફોટા પાડીને ડીડીઓને મૂકવાના છે તેમ કહી ઝપાઝપી કરી હતી અને બહાર આવ આજે મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ મામલે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરાઈ હતી અને પોલીસ રક્ષણ સાથે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust