શ્રીશંકર અને સુધીરે ઈતિહાસ રચ્યો

બર્મિંગહામ, તા.પ: ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતને સતત બીજા દિવસે સફળતા મળી છે. મુરલી શ્રીશંકરે પુરુષોની લાંબી કૂદમાં ઇતિહાસ રચીને રજત ચંદ્રક જીતવામાં સફળ રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીતનારો મુરલી શ્રીશંકર પહેલો ભારતીય એથ્લેટ છે. શ્રીશંકરે તેના પાંચમા પ્રયાસમાં 8.08 મીટર લાંબી છલાંગ લગાવીને રજત ચંદ્રક તેના નામે કર્યો હતો. ગોલ્ડ મેડલ જીતનાર બહામાસના ખેલાડી લેકુઆન નેર્નએ તેના બીજા પ્રયાસમાં 8.08 મીટરની છલાંગ લગાવી હતી. આથી તે સુવર્ણનો હક્કદાર બન્યો હતો.  જ્યારે દ. આફ્રિકાના ખેલાડી યોવાન વાન વુરેનએ 8.06 મીટરના કૂદકા સાથે કાંસ્ય ચંદ્રક કબજે કર્યો હતો. ભારતનો અન્ય એક ખેલાડી મોહમ્મદ અનીસ આ સ્પર્ધામાં પાંચમા સ્થાને રહ્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust