કચ્છમાં જુગાર ક્લબ સહિત ત્રણ દરોડા
ગાંધીધામ, તા. 5 : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પોલીસે જુગારની કલબ સહિતની ત્રણ સફળ કાર્યવાહી કરી હતી. આ ત્રણ દરોડા દરમ્યાન એક મહિલા સહિત 13 ખેલીની અટક કરવામાં આવી હતી તેમજ રોકડા રૂા. 1,48,780 જપ્ત કરવામાં આવ્યા હતા.આદિપુરમાં મહિલા સંચાલિત કલબ ઝડપાઈઆદિપુરના વોર્ડ?પાંચ બીમાં આવેલા પ્લોટ નંબર 453માં જુગારની કલબ ચાલતી હોવાની પૂર્વ બાતમીના આધારે આ મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. આ જુગારધામ ચલાવનાર મોહિનીબેન અજિતસિંઘ યાદવ તથા પત્તા ટીંચવા આવેલા મીઠીરોહરના અશરફ અલીમામદ સોઢા, ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં રહેનાર રાહુલ કાના આહીર તથા કિડાણાનો પંકજ રાજુ નેવાલની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે છાપો મારતાં આ શખ્સો મકાનમાં જુગાર રમી રહ્યા હતા. પકડાયેલા આ ખેલીઓ પાસેથી રોકડ તથા મોંઘા પ્રકારના પાંચ મોબાઈલ એમ કુલ રૂા. 3,25,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com