જેન્તી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલનના જામીન નકારાયા

રાપર, તા. 5 :  ભાજપના પ્રથમ હરોળના નેતા અને અબડાસાના પુર્વ ધારાસભ્ય  જેન્તી ભાનુશાળીની હત્યાના કેસના મુખ્ય આરોપી અને પુર્વ ધારાસભ્ય છબીલ પટેલની રેગ્યુલર જામીન અરજી ભચાઉની કોટે ફગાવી દીધી હતી.કચ્છ સહીત રાજયભરના ચકચારી બનાવ એવા આ હત્યા કાંડમાં પોતાની સીધી સંડોવણી ન હોવાનું અને રાજકીય દ્વેશ રાખીને સંડોવણી કરાઈ હોવા સહીતના મુદા આગળ ધરીને છબીલ નારણભાઈ પટેલે ભચાઉની કોર્ટમોં રેગ્યુલર જામીન અરજી કરી હતી.  સરકાર તરફે  આ જામીન અરજીનો વિરોધ કરતી દલીલો કરવામાં આવી હતી..બન્ને પક્ષની દલીલો સાંભળીને અધિક સેશન્સ જજ પી.ટી.પટેલે છબીલ પટેલીની  જામીન અરજી નકારી હતી.અત્રે ઉલ્લ્ઁખનીય છે કે વર્ષ 2019માં બનેલા ત્રણ વર્ષ જુના કેસમાં સંયાજી નગરી એકસપ્રેસના ફસ્ટ એસીના કાચમાં જેન્તી ભાનુશાળીની ગોળી મારી હત્યા કરાઈ હતી.  કચ્છ સહીત રાજય ભરમાં ચકચાર જગાવનારા આ કેસમાં હજી સુધી એક પણ આરોપીને  રેગ્યુલર જામીન  મળ્યા નથી.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com    

© 2022 Saurashtra Trust