ભુજમાં ધમધમતી જુગાર કલબ કાયદાની ઝપટે : સાત ખેલી ઝડપાયા

ભુજ, તા. 5 : શહેરમાં રાજકીય અગ્રણીના ભાઈ દ્વારા વ્યવસ્થિત ઢબે સંચાલિત જુગારધામ ઉપર આજે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને જિલ્લા સ્તરની ટુકડી દ્વારા કાર્યવાહી કરાઈ હતી, જેમાં સાત ખેલી પાંજરે પુરાયા હતાપોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવનગરમાં આરોપી  ભાવિક જયંતીલાલ ગોરના  ભાડાના રહેણાક મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર આજે સાંજે ધાણીપાસા વડે જુગારની બાજી જામી હતી ત્યારે  એલ.સી.બી. ત્રાટકી હતી. આરોપીઓ સંચાલક ભાવિક જયંતીલાલ ગોર, મેહુલ મેઘજીભાઈ વાળંદ, કેતન જેન્તીલાલ ચૌહાણ, રાજ રવિભાઈ ઠક્કર, હિતેશ જેન્તીગિરિ ગોસ્વામી, દીક્ષિત સુધીરગિરિ ગોસ્વામી અને હાર્દિક પરેશ ઠક્કર જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust