ગળપાદર ગામે મકાનના ભૂગર્ભ ટાંકામાંથી દોઢ લાખનો દારૂ નીકળી પડતાં આશ્ચર્ય

ગાંધીધામ, તા. 5 : તાલુકાના ગળપાદર ગામે એક મકાનમાં આવેલા ભૂગર્ભ ટાંકામાંથી પોલીસે રૂા. 1,47,420નો શરાબ જપ્ત કર્યો હતો પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો તેમજ મેઘપર બોરીચીની એક સોસાયટીમાં અંગ્રેજી દારૂ સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા.ગળપાદરના નવાવાસ વિસ્તારમાં રહેતા રાહુલ વિનોદ ચૌહાણ (વાળંદ)ના ઘરે પોલીસે પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો. આ મકાનના પ્રાંગણમાં પતરાવાળી એક ઓરડી નજરે ચડી હતી. ઓરડીમાં સોફાની ખુરશી હટાવતાં તેના નીચે ઢાંકણાવાળો ભૂગર્ભ ટાંકો જોવા મળ્યો હતો. ટાઇલ્સ અને ઢાંકણું હટાવી અંદર તપાસ કરતાં તેમાં શરાબની પેટીઓ હોવાનું બહાર આવ્યું હતું. આ ટાંકામાંથી મેકડોવેલ્સ નંબર 1ની 204, રોયલ ચેલેન્જની 96 તથા ઓલ સેશન્સ ગોલ્ડન કલેક્શનની 60 એમ કુલ્લ 360 બોટલ કિંમત રૂા. 1,47,420નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો પરંતુ રાહુલ વાળંદ નામનો શખ્સ ઘરે હાજર ન હોવાથી પોલીસના સકંજામાં આવ્યો ન હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust