પોસ્ટકાંડ પીડિતો ફોરમનાં દ્વારે

ભુજ, તા. 5 : બચત માટે ભરોસાભેર સોંપેલા પરસેવાના પૈસા પચાવી પાડવાના રાવલવાડી પોસ્ટ ઓફિસનાં ચકચારી એવા કરોડોનાં કૌભાંડનો ભોગ બનેલા ખાતેદાર, ગ્રાહકોનાં જૂથે નાણાં અને ન્યાય મેળવવાની લડતને આગળ લઈ જવાનો નિર્ધાર કરી લીધો છે. આ સંદર્ભે શુક્રવારે એક બેઠક યોજતાં પીડિત ખાતેદારોએ આગામી સોમવારની બપોરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો ફેંસલો સર્વાનુમતે કર્યો હતો.નક્કર પુરાવા હાથવગા કર્યા પછી પોતાની પાસબુક મેળવવા માટે પોલીસ ફરિયાદ આવનારા સમયમાં કરવા અંગે ચર્ચા પણ આજની બેઠકમાં કરાઈ હતી.બેઠકમાં સામેલ થયેલા કેટલાક ખાતેદારોએ કહ્યું હતું કે, 35 જેટલા કૌભાંડપીડિત ખાતાધારકોએ ગ્રાહક સુરક્ષા ફોરમનાં દ્વાર ચડીને કેસ પણ કરી નાખ્યો છે.  તેમણે આક્ષેપ કર્યો હતો કે તપાસ કરતા અધિકારી પણ ખુદ આરોપી છે. પાસબુકના પત્તા ખોલતા જ નથી. એજન્ટને પૂછતાં પોસ્ટ ઓફિસ પાસે મોકલી દે છે. કચેરી પાસે સ્ટેટમેન્ટ માગો તો ઉડાઉ જવાબ મળે છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust