`શિક્ષકોની ભોજનમાં કટકી''ની તપાસનો કલેકટરનો પરિપત્ર

ભુજ, તા. 5 : જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ચાલી રહેલી શાળા તત્પરતા તાલીમ દરમ્યાન શિક્ષકોને અપાતા ભોજનમાં કટકી થતી હોવાના કચ્છમિત્રમાં છપાયેલા હેવાલ બાદ જિલ્લા કલેકટર દ્વારા આ બનાવની તાત્કાલિક તપાસ કરી  જવાબદારો સામે કાર્યવાહી કરી તેનો અહેવાલ મોકલી આપવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ઉદેશીને પરિપત્ર કરાયો છે. કચ્છની જુદીજુદી શાળાઓના પ્રાથમિક શિક્ષકોની હાલ શાળા તત્પરતા તાલીમ ચાલી રહી છે જેમાં કેટલાક સ્થળે તાલીમાર્થી શિક્ષકોને નિયત કરેલી રકમ કરતાં અડધા ભાવનું મેનુ પસંદ કરી બાકીની રકમ ચાઉં કરી જવામાં આવી હોવાનો આક્ષેપ કેટલાક શિક્ષકોની ફરિયાદો ઉઠવા પામી હતી. આ બાબતે કચ્છમિત્ર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેના પગલે જિલ્લા કલેકટરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરી તાત્કાલિક નિયમોનુસાર કાર્યવાહી કરી તેનો  અહેવાલ મોકલી આપવા આદેશ કરાયો છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust