કલા મહાકુંભમાં ભાગ લેવા માટેના ફોર્મ રમતગમત કચેરીએથી મળશે

ભુજ, તા. પ : ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે કલા મહાકુંભ-2022ના યોજાશે. સૌ પહેલાં તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષાએ યોજાશે. ભાગ લેવા સ્પર્ધકોએ ઓફલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કલા મહાકુંભ-2022 ફોર્મ?તથા અન્ય વિગતો માટે આ કચેરીના બ્લોગપોસ્ટ https://dydokachchh.blogspot.com/ તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં. 411, બહુમાળી ભવન-ભુજ ખાતે કચેરી સમય દરમ્યાન ફોર્મ લઈ જમા કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન તા. 05/08થી તા. 20 સુધી રહેશે. તાલુકા કક્ષાની ઈવેન્ટ (1) લોકનૃત્ય (સમૂહનૃત્ય) (2) ગરબા (3) ભારત નાટયમ (4) વકતૃત્વ (પ) એકપાત્રીય અભિનય (6) સમૂહગીત (7) રાસ (8) નિબંધ (9)?ચિત્રકલા (10)?સુગમ સંગીત (11) લગ્નગીત (12) લોકગીત-ભજન (13) તબલા (14) હાર્મોનિયમ, સિધી જિલ્લા કક્ષાની ઈવેન્ટ : 1) સ્કૂલ બેન્ડ  (2) લોકવાર્તા (3) દુહા-છંદ-ચોપાઈ?(4) કથક (પ) કાવ્યલેખન (6) ગઝલ શાયરી (8)?સર્જનાત્મક કારીગરી (9) ઓર્ગન (10) શાત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની), સિધી પ્રદેશ કક્ષાની ઈવેન્ટ (1) ઓડીસી (2) મોહિનીઅટ્ટમ (3) કુચીપુડી (4) સિતાર (પ) ગિટાર (6) વાયોલીન (7) વાંસળી, સિધી રાજ્યકક્ષાની ઈવેન્ટ (1)?જોડિયા પાવા (2) રાવણહથ્થો (3) પખવાજ (4) મૃદંગમ (પ) સરોદ (6) સારંગી (7) ભવાઈ. ભાગ લેવાની વયજૂથ 6થી 14, 15થી 20, 21થી પ9 અને 60 વર્ષની ઉપર. 60 વર્ષથી ઉપરના કલાકારો માટેની સ્પર્ધા સિધી રાજ્યકક્ષાએ યોજાશે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com    

© 2022 Saurashtra Trust