અંજાર તાલુકામાં શિક્ષણ જનજાગૃતિ માટે વિવિધ અગ્રણીઓનું સંગઠન રચાયું

અંજાર તાલુકામાં શિક્ષણ જનજાગૃતિ માટે વિવિધ અગ્રણીઓનું સંગઠન રચાયું
અંજાર, તા. 14 : ભારત અને ગુજરાતમાં શિક્ષણના મુદ્દે એકશન એડ સંસ્થા અભિયાન ચલાવે છે. જે બાળકો શાળાએ જતા થાય, નિયમિત ભણે, ડ્રોપ આઉટ કે અનિયમિતતામાં હોઇ શાળા સંચાલન સમિતિ એક્ટિવ થાય અને સ્કૂલમાં બાળકો માટે વાતાવરણ અનુકૂળ બને તે ઉદ્દેશ્ય છે. અંજાર તાલુકામાં પણ આ અભિયાન માટે અલગ-અલગ સંસ્થાઓ, સંગઠન, એક્શન એડ સાથે મળી બેઠક યોજી શિક્ષણને લગતા તેમના અનુભવો જણાવ્યા હતા અને શાળામાં બાળકો નિયમિત ભણતા થાય તે માટે સાથે મળી શું કરી શકાય તે વિશે ચર્ચા કરવાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનોની ઉપસ્થિતિમાં અંજાર તાલુકા શિક્ષણ જનજાગૃતિ સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં એક્શન એડના હંસા રાઠોડ, નારી અદાલતના ગોમતીબેન ચાવડા, એકલનારી શક્તિમંચના પરમાબેન મહેશ્વરી, અનસૂયાબેન દાફડા, ગ્રામ પંચાયત સંગઠન મંત્રી શંભુભાઇ આહીર અને ઉપપ્રમુખ જખુભાઇ મહેશ્વરી-એડવોકેટ, મહિલા મંચના કલાબેન પટેલ, મીતાબેન ટાંક, દિવ્યાંગ મંડળના જગદીશભાઇ ગઢવી, પ્રમુખ?સામજીભાઇ આહીર, વિચરતી વિમુક્ત જાતિ ગુજરાત ઉપાધ્યક્ષ ઉમરભાઇ અબડા, મહિલા સેવાશ્રેય પ્રમુખ ચંપાબેન પરમાર, ભગવાનભાઇ વરૂ, જેબ્બુંનિશા ખત્રી, સામાજિક આગેવાન હંસાબેન વણકર, અર્જુનભાઇ થરૂં, ભીમજીભાઇ?બોચિયા, સવજીભાઇ આહીર, ખીમજીભાઇ?પરમાર, ધુસા આમદભાઇ, મહિલા હેલ્પલાઇન 181ના નિરૂપાબેન બારડ, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર આદિપુર મનીષાબેન રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2022 Saurashtra Trust