આષાઢી બીજનું શુકન સચવાયું : ઝાપટાથી એક ઈંચ

આષાઢી બીજનું શુકન સચવાયું : ઝાપટાથી એક ઈંચ
ભુજ, તા. 1 : રાજ્યમાં સર્જાયેલી બે સિસ્ટમની અસર તળે અનેક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. કચ્છમાં મેઘરાજાના આગમન માટે શુકનવંતી ગણાતી આષાઢી બીજના દિવસે શુકન સાચવી વરસાદે કચ્છનમાં ઝાપટારૂપે પોતાની હાજરી પુરાવી હતી. હવામાન વિભાગે શનિથી સોમ કચ્છમાં મધ્યથી ભારે વરસાદ વરસાદની આગાહી કરી છે. જેથી કચ્છમાં સાનુકુળ વરસાદના મળતા એંધાણ સાર્થક કરે તેવા સંકેતો મળી રહ્યા છે. વાગડમાં અડધોથી એક ઈચં તો ભુજ-નખત્રાણા તાલુકામાં રસ્તા ભીંજાય તેટલા છાંટા વરસ્યા હતા.અષાઢી બીજના દિવસે રાપર તાલુકાના પ્રાંથળના ગામડાઓમાં મેઘરાજાએ શુકન સાચવ્યું હતું. જયારે શહરેમાં માત્ર અમીછાંટણા અને મેઘાડબંર સર્જાયો હતો.પ્રાથળના આણંદપર, વ્રજવાણી, દેશલપર,જાટાવાડામાં બપોરના અરસામાં ગાજવીજ સાથે મેઘસવારી આવી પહોંચી હતી.સતત ધોધમાર હેલીથી ગામની ગલીઓમાં જોશભેર વરસાદી પાણી વહી નીકળ્યા હતાં.અગાઉ પણ પ્રાંથળના ગામઢાઓમાં એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતે. વરસાદ વરસતા બાળકોને ભીંજાવાનો આનદ લીધો  હતો. જેના પગલે ખેડુતોએ વાવેતર કર્યું હતું.આ વરસાદ ધરતી પુત્રો માટે ઉપયોગી સાબીત થશે. બાલાસરમાં માત્ર હળવા ઝાપટા પડયા હતાં. રાપરમાં બપોરે અમીછાંટણા થયા હતાં. સાંજે વરસાદી માહોલ જામતા વરસાદ પડશે તેવી શહેરીજનોને આશા બંધાઈ હતી પરંતુ આશા ઠગારી નીવડી હતી. જિલ્લા મથક ભુજમાં આખો દિવસ ધુપ-છાંવની સાથે ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે સવારે 9 વાગ્યાના અરસામાં અમીછાંટણા વરસતા રસ્તા ભીના થયા હતા. માધાપર, સુખપર સહિતના ગામોમાં સામાન્ય ઝાપટા વરસ્યા હતા.ચોબારીથી પ્રતિનિધિના અહેવાલ અુનસાર કચ્છી નવા વર્ષના અંતે સાંજના સમયે પલ્ટાયેલા વાતાવરણ પછી ભારે ઝાપટારૂપે વરસાદ વરસતા એકાદ ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. ગરમી-ઉકળાથી ત્રસ્ત બનેલા બાળકોએ વરસાદમાં ન્હાવાની મોજ માણી હતી. વામકા ગામે પણ ઝાપટા વરસ્યાના અહેવાલ મળ્યા હતા.મોટી વિરાણીથી પ્રતિનિધિના અહેવાલ અનુસાર આષાઢી બીજ કચ્છી નવા વરસના આરંભે સૂર્યોદય પૂર્વે ખીલેલી પ્રાત:?(સવાર)થી આકા ગુલાબી રંગે દૃશ્ય સર્જાયું હતું. દિવસે વાદળ છાયા વાતાવરણ વચ્ચે મોટી વિરાણી, જાળાય, બીર, મોસુણા, નારાણપર, રવાપર સહિત અનેક ગામોમાં ઝરમર છાંટા વરસતા જમીન પલળતા ચોમાસામાં સારો વરસાદ થવાના શુકન સંચવાયા હતા. વાદળિયા વાતાવરણ, ગરમી બફારો વર્તાતા એક-બે દિવસમાં વરસાદ થવાના ઉજળા સંકેત હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.હવામાન વિભાગના વર્તારામાં કચ્છના ઘણા ખરા વિસ્તારમાં શનિથી સોમ હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. જિલ્લા મથક ભુજ, કંડલા (એ), કંડલા પોર્ટ સહિતના કેન્દ્રોમાં 36થી 37 ડિગ્રી તાપમાને બફારો ઉકળાટ અનુભવાયો હતો. નોંધનીય છે કે, ગુરુવારે રાત્રે પણ મુંદરામાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં હજુ ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. ગત વર્ષની તુલનાએ  સરેરાશ વરસાદ આઠ ટકા ઓછો વરસ્યો છે. 

© 2022 Saurashtra Trust