એન.આર.આઇ. દાતા પરિવારો દ્વારા 213 લોકોના આંખનાં વિનામૂલ્યે ઓપરેશન કરાવાયાં

એન.આર.આઇ. દાતા પરિવારો દ્વારા 213 લોકોના આંખનાં વિનામૂલ્યે ઓપરેશન કરાવાયાં
ભુજ, તા. 1 : એન.આર.આઇ. દાતા પરિવારોએ પરિવારના મોભીની સ્મૃતિમાં ભુજની એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલમાં મેગા કેમ્પ યોજી 213 લોકોના વિનામૂલ્યે ઓપરેશન કરાવ્યાં હતાં. દર્દીઓના પરિવારજનોએ લાયન્સની કામગીરીની સરાહના કરી હતી. ભુજની લાયન્સ હોસ્પિટલમાં અ.નિ.  પિતા મૂરજીભાઇ અરજણભાઇ કરશનભાઇ હાલાઇની 10મી પૂણ્યતિથિ નિમિત્તે તેમજ અ.નિ. માતા લાલબાઇ મૂરજીભાઇ અરજણભાઇ હાલાઇ, અ.નિ. હરીશભાઇ મૂરજીભાઇ હાલાઇ તથા અ.નિ. વાલજીભાઇ મૂરજીભાઇ હાલાઇના માધાપર, કેન્યા, યુ.કે. નિવાસી પરિવારજનો દાતા પ્રેમિલાબેન લક્ષ્મણભાઇ મૂરજીભાઇ હાલાઇ, ગોમતીબેન નારાણભાઇ મૂરજીભાઇ હાલાઇ, ઊર્મિલાબેન અશ્વિનભાઇ મૂરજીભાઇ હાલાઇ તથા જશુબેન ગોપાલભાઇ વાઘજિયાણી, ગં.સ્વ. કાંતાબેન હરિલાલ હાલાઇ, ગં.સ્વ. મંજુલાબેન વાલજીભાઇ હાલાઇ તથા માધાપર, યુ.કે. નિવાસી અ.નિ. કાનજીભાઇ જીણાભાઇ ભુડિયાના આત્મશ્રેયાર્થે તેમના પત્ની ગં.સ્વ. શામબાઇ કાનજીભાઇ ભુડિયા, નારાણભાઇ મૂરજીભાઇ હાલાઇ, ગોમતીબેન નારણભાઇ હાલાઇ પરિવાર દ્વારા સમગ્ર કચ્છના આંખના દર્દીઓને આવરી લઇને ફ્રી વિનામૂલ્યે આંખના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે બંને દાતા પરિવાર વતી ઉદ્ઘાટા તરીકે માધાપર નિવાસી જાદવજીભાઇ લાલજીભાઇ હાલાઇ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ કચ્છ બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઇ ગોર પણ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ કલબ ઓફ ભુજના પ્રમુખ વિપુલ જેઠીએ મહેમાનોને આવકાર આપ્યો હતો. લાયન્સ હોસ્પિટના ચેરમેન ભરતભાઇ મહેતાએ ઉપસ્થિત મહેમાનો તથા દાતા પરિવારને સન્માનપત્રો આપી સન્માન્યા હતા અને હોસ્પિટલમાં ચાલતી પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી. કલબની પ્રવૃત્તિ વિશે પ્રોજેકટ કો -ઓર્ડિનેટર શૈલેશભાઇ માણેકે વિગતો આપી હતી.આ પ્રસંગે અન્ય પ્રોજેકટ ચેરમેન શૈલેશભાઇ ઠક્કર શૈલેન્દ્રભાઇ રાવલ, નવીનભાઇ મહેતા, ઉમેશભાઇ પાટડિયા તથા વ્યોમાબેન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રફુલ્લભાઇ શાહે સંચાલન તેમજ આભારવિધિ મંત્રી અનુપ કોટકે કરી હતી. 

© 2022 Saurashtra Trust