330મી જીત; જોકોવિચ અંતિમ 16માં

લંડન, તા. 1 : ત્રણ વખતના ડિફેન્ડિંગ ચેમ્પિયન (વર્તમાન વિજેતા) નોવાક જોકોવિચે સર્બિયાના જ નીઓમીર કેસમેનોવિચને સળંગ સેટમાં 6-0, 6-3, 6-4થી હરાવતાં 14મી વાર ચોથા રાઉન્ડમાં પહોંચી અંતિમ 16માં સ્થાન મેળવી લીધું હતું.હમવતન ખેલાડીને હરાવી 35 વર્ષીય જોકોવિચે જીતની હેટ્રિક કરી છે. આ સર્બિયાના દિગ્ગજ ખેલાડીની ગ્રાન્ડસ્લેમ કારકિર્દીની 330મી જીત હતી.બીજી તરફ વિક્રમી 22 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલા સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નાદાલે ત્રીજા દોરમાં સ્થાન મેળવી લીધું છે.તાજેતરમાં જ ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતીને વિક્રમ સર્જનાર નાદાલે બીજા દોરમાં રિકાર્ડીસ બેરાંકિસને 6-4, 6-4, 4-6, 6-3થી હાર આપી હતી.પુરુષ ટેનિસમાં 22 ગ્રાન્ડ સ્લેમ જીતનાર દુનિયાના પ્રથમ ખેલાડી નાદાલે આ વિક્રમી 307મો મુકાબલો જીત્યો હતો. 

© 2022 Saurashtra Trust