લાયજા જમીન ઠગાઇ કેસ અન્વયેના મામલામાં એકની જામીન અરજી નામંજૂર

ભુજ, તા. 1 : છેલ્લા લાંબા સમયથી ભારે ચર્ચાસ્પદ બનેલા લાયજા જમીન ઠગાઇ પ્રકરણ અને આ માટે ખોટા આધાર-પુરાવા ઊભા કરી ખોટી ફરિયાદ દાખલ કરવાના કેસમાં સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી કુલદીપ ચંદુલાલ ભટ્ટની નિયમિત જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. આ પ્રકરણમાં કેસનું આરોપનામું પેશ થયા બાદ આરોપી કુલદીપ ભટ્ટ માટે નિયમિત જામીન અરજી મુકાઇ હતી.તપાસકર્તાએ રજૂ કરેલા સોગંદનામાં, ફરિયાદી પ્રભુભાઇ રામ ગઢવી દ્વારા વાંધા રજૂ કરાયા હતા.અધિક સેશન્સ જજની કોર્ટએ બન્ને પક્ષને સાંભળી અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સી.આઇ.ડી. ક્રાઇમ વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે.સી. ગોસ્વામી તથા ફરિયાદ પક્ષ વતી વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા, એચ.કે ગઢવી ઉપરાંત આર.એસ. ગઢવી રહ્યા હતા.  

© 2022 Saurashtra Trust