લોહાણા સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણના સ્રોત વધારવા હાકલ

લોહાણા સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણના સ્રોત વધારવા હાકલ
નખત્રાણા, તા. 30 : શિક્ષણ થકી સમાજનું ઘડતર થાય બાળકોને વારસામાં ધન નહીં જ્ઞાન આપીને દીકરી વહાલનો દરિયો છે જે પણ ભણેલી દિકરી બે ઘર તારે. ઉચ્ચ અભ્યાસ માટે જે નબળા બાળકો શિક્ષણથી વંચિત રહે છે. તેવા બાળકોને સમાજ સધિયારો આપે તો વિકસેલો સમાજ વધુ વિકાસ પામે એવું નખત્રાણા ખાતે નખત્રાણા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા સમાજના 200 જેટલા જરૂરમંદ બાળકોને મફત નોટબુક વિતરણના યોજાયેલા કાર્યક્રમમાં જણાવાયું હતું. દીપપ્રાગટય બાદ દાતા મોરારજીભાઈએ કહ્યું કે, બાળકોના શિક્ષણના ત્રોત કેવી રીતે વધે તે માટે માતા-પિતા કમર કસે. અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપના મહામંત્રી મહેન્દ્રભાઈ ગટ્ટાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને જરૂર છે તે નહીં શું માંગણી છે એ વિચારવું જોઈએ. સમગ્ર?કચ્છમાં રઘુવંશી ગ્રુપની રચના કરી. મહિલા મંડળ યુવક મંડળના કચ્છભરમાં સંકલન સાથે 37 વખત સમૂહલગ્નના આયોજન થયું છે. આગામી 38માં સમાજના સમૂહલગ્ન નખત્રાણા ખાતે યોજવાની નેમ વ્યક્ત કરી. તૈયારીઓ આરંભવાની વાત કરી હતી. નખત્રાણા લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ પલણે સમાજના જરૂરમંદ વિદ્યાર્થીઓને છેલ્લા 15 વર્ષથી દાતા મોરારજીભાઈ દ્વારા સહયોગ મળે છે તેમણે દાતાની શિક્ષણરૂપી દિલેરી પ્રશંસા કરી હતી. સંસ્થા બાળકોના સન્માન, જરૂરમંદોને સહાય, દુષ્કાળ વખતે ગાયોને નિરણ જેવા સેવાકીય કાર્યો કરે છે. દાતાના સહયોગથી સમૂહલગ્ન પણ થાય છે. અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપના ઉપપ્રમુખ બ્રિજેશભાઈ પલણ, નખત્રાણાના રઘુવંશી સોશ્યલ ગ્રુપના મહામંત્રી નિતિનભાઈ ઠક્કર, રમેશ રાજદે, સંદીપ પલણ, ચેતન ઠક્કર, શિવા પલણ, ભાનુ બહેન આથા, અલ્પાબેન કોઠારી, મીરાબેન ઠક્કર, શિલ્પાબેન પલણ વગેરે હાજર રહ્યા હતા. ભરત પલણ, વિશનજી પલણ, પ્રાગજી અનમ, અમૃત ગણાત્રા, મેહુલ દાવડા, રાજેશ આઈયાએ સહયોગ આપ્યો હતો. 

© 2022 Saurashtra Trust